/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/06181813/AHM_FIRE-JAVAN-CORONA-SANKRAMIT-e1617713321776.jpg)
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્ર્મણ સતત વધતાં કોરોનાની ઝપેટમાં હવે કોરોના વોરિયર્સ પણ આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરને સુરક્ષિત રાખવાની જવાબદારી જેના શિરે છે, તે અમદાવાદ ફાયર વિભાગમાં પણ કોરોનાથી ફફડાટ ફેલાયો છે. જેમાં મુખ્ય ફાયર ઓફિસર સહીત 14 લોકો પોઝિટિવ આવતા ફાયર વિભાગમાં હડકંપ મચી ગયો છે.
અમદાવાદ ખાતે છેલ્લા 1 વર્ષથી ફાયરના જવાનો શહેરને સુરક્ષિત રાખવા ખડેપગે તૈનાત રહે છે, ત્યારે ગત વર્ષ 2020માં પણ અનેક ફાયર જવાનો કોરોના સંક્રમિત થયા હતા, ત્યારે ફાયર વિભાગના મુખ્ય ફાયર અધિકારી રાજેશ ભટ્ટ સમેત 14 જવાનો કોરોના સંક્રમિત થયા છે. હાલ તો તમામ ફાયર જવાનોને હોમ કોરેન્ટાઇન કરી સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે એક સાથે ફાયરના જવાનો પોઝિટિવ આવતા જમાલપુર ફાયર ઓફિસ અને મેમનગર ફાયર ઓફિસને સૅનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.