અમદાવાદ : પીરાણા-પીપળજ રોડ પર ફેક્ટરીમાં લાગી આગ, 8થી વધુ કામદારોનું મોત

New Update
અમદાવાદ : પીરાણા-પીપળજ રોડ પર ફેક્ટરીમાં લાગી આગ, 8થી વધુ કામદારોનું મોત

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીમાં આગની ઘટના બની હતી. પીપળજ રોડ પર આવેલી નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાં બોઈલર ફાટતા આગ લાગી હતી. જોકે કોઈ કઈક સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતમાં આગ આખેયાખી ફેક્ટરીમાં ફેલાઈ જતાં 8થી કામદારોનું કરુંણ મોત નીપજ્યું હતું.

અમદાવાદમાં પીરાણામાં આવેલ કાપડની ફેકટરીમાં બોઇલર ફાટવાના કારણે આગની ઘટના બની હતી. આ ઘટનામાં આસપાસની ફેકટરીઓમાં પણ અસર થઈ હતી. ફેકટરીમાં કામ કરતા 8થી વધુ લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. બોઈલર ફાટવાના લીધે આસપાસની દીવાલો પણ ધરાશાયી થઇ હતી, ત્યારે બીજી તરફ આગની જાણ થતા જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આગની ઘટનામાં 8થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ધરાશાયી થયેલી છત નીચે 4થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

ફાયર વિભાગને કોલ મળતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે 12થી વધુ લોકો ફસાયા હતા, ત્યારે ફાયર અને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. આગ એટલી ભીષણ હતી કે, 24થી વધુ ફાયર ફાઇટરો કામે લાગી હતી. જોકે ફાયર વિભાગે આગની ઘટના જણાવ્યુ હતું કે, આગના બનાવની જાણ થતાં જ FSLની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી, ત્યારે હાલ કંપની પાસે ફાયરને લઇને NOC હતું કે, નહીં તેને લઇને પણ સવાલ ઉઠી રહ્યાં છે.

Latest Stories