ગઢડા સ્વામિનારાયણ મંદિર મામલે વિવાદ વધુ વકર્યો છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના વિવાદમાં હવે વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદ પણ સામેલ થયા છે તેમણે આચાર્ય પક્ષના રમેશ ભગતને નોટિસ ફટકારી તેમના વર્તન વિષે સવાલો ઊભા કરી સંપ્રદાયમાંથી બરતરફ કરવાની ધમકી આપી છે.
છેલ્લા કેટલાંક સમયથી ગઢડા સ્વામિનારાયણ મંદિર મામલે વિવાદ ગરમાયો છે. ગઢડા મંદિરના નેતૃત્વ મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે સમગ્ર વિવાદ મામલે વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદ વિવાદમાં આવ્યા છે. વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદે આચાર્ય પક્ષના રમેશ ભગતને નોટિસ આપી છે, ત્રણ પેજના પત્રમાં રાકેશ પ્રસાદે નોટિસમાં કહ્યું છે કે તમારું વર્તન યોગ્ય નથી. રાકેશ પ્રસાદે રમેશ ભગતને સંપ્રદાયમાંથી દૂર કરવાની ધમકી આપી હતી.
તો બીજી બાજૂ SP સ્વામીએ આચાર્ય રાકેશપ્રસાદને સવાલો કર્યા છે. SP સ્વામીએ પત્ર દ્વારા પૂછ્યું હતું કે શું રાજદીપ નકુમનું વર્તન યોગ્ય હતું ? આ સામે નવા એસપી સ્વામીએ નવા CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. એસપી સ્વામીએ આરોપ લગાવ્યો છે કે પુરાવા નાશ કરવાની વાત DYSP નકુમ અને દેવ પક્ષના ભાનુપ્રકાશ સ્વામી કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક કેસો બન્યા, ડમી નોટો પકડાય, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યોના સંતો પર આરોપ થયા રાકેશ પ્રસાદે આવા સંતોને કેમ નોટિસ નથી આપી ? તેવા પણ પ્રશ્નો SP સ્વામીએ પૂછ્યા હતા.