/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/20154248/maxresdefault-141.jpg)
રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ થઇ રહ્યું છે અને અમદાવાદની હાલત સૌથી વધારે ખરાબ છે સરકારી હોસ્પિટલ હાઉસફુલ થઇ ગઈ છે. ઓક્સિજન અને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ નથી ત્યારે અમદાવાદના જીએમડીસી ખાતે ડીઆરડીઓના સહયોગથી 900 બેડની કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે અને આ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં શહેરની હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યાં છે, જેથી હવે કેન્દ્ર સરકારના DRDOના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવવાની છે ત્યારે આ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે આ 900 બેડની હોસ્પિટલ જીએમડીસીના કન્વેશન હોલમાં તૈયાર કરવામાં આવી રહી છે.
આ હોસ્પિટલમાં કોવીડ સારવારને લગતી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. અહીં દરેક બેડ પાસે ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ ઓક્સિજન પણ ઉપલબ્ધ થશે તો ગંભીર પ્રકારના દર્દીઓ માટે વેન્ટિલેટર સહિતની સુવિધાઓએ પણ હાજર રાખવામાં આવશે સાથે પીવાના પાણી અને ઇલેક્સ્ટ્રીસીટી ની સુવિધા પણ કરવામાં આવી રહી છે આખી હોસ્પિટલ ને અલગ અલગ વિભાગમાં વેહચી દેવામાં આવી છે સેન્ટ્રલ એસી સાથે એક વિભાગ અલગ ઉભો કરવામાં આવ્યો છે તો અહીં ડોકટર અને મેડિકલ સ્ટાફને રેસ્ટ માટે અલગ અલગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં શહેરના નિષ્ણાત તબીબો પોતાની સેવા આપશે. શહેરની તમામ હોસ્પિટલો જ્યારે હાઉસફુલ થઇ છે ત્યારે આ કોવીડ હોસ્પિટલ અમદાવાદવાસીઓ માટે આશાનું કિરણ સાબિત થશે તેમાં બે મત નથી.