અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે ભેજાબાજોને ઝડપી પાડયાં છે. આ બંને ભેજાબાજોના કારસ્તાન સાંભળી તમારા હોશ ઉડી જશે. તેમણે હાઇ પ્રોફાઇલ મહિલાઓને શરીર સુખ આપવાના કામની લાલચે 2,500 જેટલા યુવાનો પાસેથી દોઢ કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી લીધી છે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનાં બેરોજગાર યુવકોને મહિને રૂપિયા ૨૫ હજાર સુધી કમાવવાની લાલચ આપતી જાહેરાતો આપીને કરોડો રૂપિયા પડાવનાર બે માસ્ટર માઈન્ડ ની ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ફ્રેન્ડશીપ ક્લબના નામે મેમ્બરશીપના રજીસ્ટ્રેશન બહાને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી આચરતા હતા. આ બન્ને આરોપીઓએ વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ જેટલા લોકો પાસેથી રૂપિયા દોઢ કરોડથી પણ વધારે રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રાજ્યના અલગ અલગ જિલ્લામાં સારા ઘરની મહિલાઓને શારીરિક સંતોષ આપવા માટે પ્લેબોય તરીકે કામ કરવા અને મહિને 45 હજારથી વધુની કમાણી કરો તેવી પ્રલોભનો આપી બેકાર યુવકો અને પુરુષો પાસેથી પૈસા પડાવતા હતા આ બને આરોપીની ધરપકડ કરી હતી અમદાવાદ પોલીસે બને આરોપીના ઘરે સર્ચ કરતાં 11 મોબાઈલ ફોન, 19 એટીએમ કાર્ડ અને 7 ડાયરી મળી આવી હતી. 7 ડાયરીમાં આ બંનેએ અત્યાર સુધીમાં 2525 લોકોને કઇ રીતે છેતરીને રૂ.1.54 કરોડ પડાવ્યાની માહિતી લખી હતી. પોલીસનું કહેવું છે કે, ગુજરાતના ઈતિહાસનું આ અત્યાર સુધીનું સૌથી મોટું સાઇબર ક્રાઈમનું રેકેટ છે. જેમાં 2525 લોકો ભોગ બન્યા છે અને છેતરપિંડીનો આંકડો રૂ.1.54 કરોડનો છે.

શહેરના પોશ વિસ્તરમાં રહેતો એક યુવક યુવક સોશિયલ મીડિયામાં રોજના હજારો રૂપિયા કમાવાના મેસેજ અને લોભામણી લાલચમાં ફસાયો હતો. યુવકે આપેલા નંબર પર કોન્ટેક્ટ કર્યો હતો. જે દરમિયાન સામેથી યુવકને કહ્યું કે, તમારે હાઇ પ્રોફાઈલ મહિલાઓ સાથે હોટલમાં જવું પડશે અને તેમને સંતોષ આપવાનો રહેશે. બદલામાં તે તમને જે ગિફ્ટ કે રોકડ આપે તે તમારી કમાણી હશે. જે માટે તમારે મારા કામસૂત્ર પેકેજ ખરીદવા પડશે. આ માટે યુવક પાસેથી 16 હજાર અને અન્ય યુવક સાથે 43 હજારની છેતરપિંડી આચરી હતી. જેથી પીડિત યુવકે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ નંબર પર વોચ રાખીને ટ્રેક કરાતા તે જગતપુરમાં આવેલી ગણેશ જેનીસીસ નામના સ્થળનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અહીં વોચ રાખીને તપાસ કરતા સહદેવસિંહ જાડેજા તથા રાહુલ બારીઆ નામના બે વ્યક્તિની ધરપકડ કરી તેમની સામે આઈ.પી.સીની કલમ 406,420 તથા આઈ.ટી એક્ટ કલમ 66-(સી), 66(ડી) મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસને આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાતા 11 મોબાઈલ, 7 ડાયરી, 19 એટીએમ કાર્ડ, 5 આધાર કાર્ડ, 5 પાનકાર્ડ, 7 ચેકબુક, 5 બેંક પાસ બુક મળી આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરવા પર 2015-16થી 2021 સુધીના સમયગાળામાં 2525 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

જેમની પાસેથી તેમણે 1,54,55,918 રૂપિયા પડાવ્યા હતા સહદેવસિંહ અને રાહુલ છેતરપિંડીથી ભેગા કરેલા પૈસામાંથી જુદી જુદી ગાડીઓ ખરીદીને તેમાં ફરતા હતા. તે સાથે નવા કપડાં અને મોંઘા મોબાઈલ ફોન વાપરતા હતા, તેમજ હોટલોમાં જમવા જતા અને રિસોર્ટમાં સ્ટે માટે જતા હતા. જો કે આ બંને જણાં વિદેશ પણ ફરી આવ્યા હોવાની શંકાના આધારે પોલીસે તેમના પાસપોર્ટની તપાસ શરૂ કરી છે.