અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વેકસિનેશનની આશા, સેન્ટરો પર લાગી લોકોની કતાર

New Update
અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વેકસિનેશનની આશા, સેન્ટરો પર લાગી લોકોની કતાર

અમદાવાદમાં એક તરફ કોરોના વિસ્ફોટ થઇ રહયો છે તો બીજી તરફ વેકસિનેશનને વેગવંતુ બનાવી દેવાયું છે.



ગુજરાત રાજ્યમાં ગઈકાલથી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. અમદાવાદના સૌથી મોટા ટાગોર હોલ ખાતે વેક્સિનેશન ચાલી રહ્યું છે અહીં મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન કરાવવા માટે આવી રહયાં છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે લોકોની રોગ પ્રતિકારક શકિત વધારવા વેકસિન આપવામાં આવી રહી છે. સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ વેક્સિનેશન સેન્ટર કાર્યરત રહે છે અને પ્રતિ દિવસ 1 હજારથી વધુ લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે અમદાવાદમાં આવા 25 થી વધુ વેક્સિનેશન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

કોરોના વોરિયર્સ પોલીસ જવાનો મેડિકલ સ્ટાફ માટે પણ અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 15 થી વધુ વેક્સીન ટેબલ અહીં કાર્યરત છે અહીં રસી લેવા આવેલા હેમાંગીબેને જણાવ્યું હતું કેઆજે હું વેક્સિન લેવા આવી છું.અને મે વેક્સિન લીધી છે તો જે લોકોને હજુ કોરોના થયો નથી તેઓએ અવશ્ય વેક્સિન લેવી જોઈએ અને જેમને થઈ ગયો હોય તે લોકોએ પણ લેવી જોઈએ અહીં વ્યવસ્થા પણ સારી છે દરેક લોકોએ આ વેક્સીન લેવી જોઈએ.

કોરોના સામે લડવા માટે વેક્સીન એક માત્ર હથિયાર છે રાજ્ય સરકાર અને તંત્ર તેના માટે જાગૃતિ અભિયાનો પણ ચાલવી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં અર્બન હેળઠ સેન્ટરમાં પણ વેક્સીન આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અત્યાર સુધી 53 લાખ 68 હજાર 2 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 68 હજાર 680 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 60 લાખ 65 હજાર 682નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 3 લાખ 69 હજાર 262 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 28 હજાર 635ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડ અસર જોવા મળી નથી.

Latest Stories