અમદાવાદ: IIMમાં કોરોનાનું તાંડવ, એક સાથે 22 પોઝિટિવ કેસ મળતા ખળભળાટ

New Update
અમદાવાદ: IIMમાં  કોરોનાનું તાંડવ, એક સાથે 22 પોઝિટિવ કેસ મળતા ખળભળાટ

રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે અને અમદાવાદમાં કોરોના હવે શિક્ષણ સંસ્થાઓમાં પણ તાંડવઃ મચાવી રહ્યો છે અમદાવાદના IIMમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. IIMમાં 22 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદમાં સ્થાનીય તંત્રના સબ સલામતના દાવા વચ્ચે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સતત કોરોના સંક્રમ વધી રહ્યું છે ત્યારે હવે કોરોના શિક્ષણ સંસ્થાઓમાં પણ બેકાબુ બની રહ્યો છે. દેશની ટોચની શિક્ષણ સંસ્થા આઇઆઇએમ માં પણ કોરોનાના એક સાથે 22 કેસ પોઝિટિવ આવતા અહીં રહેતા છાત્રો અને પ્રાધ્યાપકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને કોરોના કેસ આવ્યા બાદ કામ સિવાય આઇઆઇએમમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. 

એટલુ જ નહિ પણ અંદર કોઈ આવે તો તેનું ટેમ્પરેચર માપવામાં આવે છે અને માત્ર એક ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. એક સાથે 22 કેસ પોઝિટિવ આવતા આઇઆઇએમ તંત્ર અને સ્થાનિક તંત્ર પણ સક્રિય થયું છે. આઇઆઇએમ કેમ્પસમાં 80 રૂમ ને કંટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે તો સાથે અંદર ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહયા છે. શિક્ષણ સંસ્થાઓમાં આઇઆઇએમ આગળના ક્રમાંકમાં આવે છે અને આ સંસ્થામાં પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યો છે આમ અમદાવાદમાં હવે કોરોના બેકાબુ બની રહ્યો છે અને અનેક શિક્ષણ સંસ્થાઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે. 

Latest Stories