અમદાવાદ: રાજયમાં વધતાં કોરોનાના સંક્રમણને અટકાવવા કોર કમિટિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

અમદાવાદ: રાજયમાં વધતાં કોરોનાના સંક્રમણને અટકાવવા કોર કમિટિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
New Update

રાજ્યમાં વધતા કોરોના સંક્ર્મણને અટકાવા રાજ્ય સરકાર વિવિધ પગલાં ભરી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિને લઈને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

રાજ્યમાં વધતાં કોરોનાના સંક્રમણના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમણતરી નિતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં, રાજ્યના 8 મહાનગરોમાં 8 આઈએએસ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તબીબી કામગીરીના સુપરવિઝન, દેખરેખ સંકલન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે તો રેમડેસીવિર ઇન્જેક્શનો સરળતાથી અને ઓછા દરે પ્રાપ્ત થાય તે માટે અમદાવાદની સોલા સિવીલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને નગરી હોસ્પિટલમાં રેમડિસીવીર ઇન્જેકશન આગામી ત્રણથી પાંચ દિવસમાં ઓછા દરે ઉપલબ્ધ કરાવાશે.

આ ઉપરાંત રાજ્ય સરકારની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી નજીકના ભવિષ્યમાં ટ્રિપલ લેયર માસ્ક માત્ર રૂ.1ની કિંમતે ઉપલબ્ધ કરાવશે સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર આવા ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજૂરી આપી શકશે. રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને કોર કમિટિમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં ખાનગી નર્સિંગ હોમ, કલીનીકસ આઇ.સી.યુ. અથવા વેન્ટીલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. આમ કોરોનાના વધતાં સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા 7 મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.

#Gujarat #Amdavad #Amdavad Corona Virus
Here are a few more articles:
Read the Next Article