અમદાવાદ : ગુનેગારો પર કોર્પોરેશનનો "હથોડો", જુહાપુરામાં ઓપરેશન ડી'મોલીશન

New Update
અમદાવાદ : ગુનેગારો પર કોર્પોરેશનનો "હથોડો", જુહાપુરામાં ઓપરેશન ડી'મોલીશન

અમદાવાદમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી બકુ ખાન સામે પોલીસે ગાળિયો મજબુત કર્યો છે. બકુ ખાનની જુહાપુરા વિસ્તારમાં આવેલી સાત દુકાનો અને ઘર પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે બુલડોઝર ફેરવી દીધું છે.

શહેરના જુહાપુરામાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે અને આ વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે નિર્દોષ લોકોને નિશાન બનાવીને પોતાનો રોફ દેખાડી રહ્યા છે અને આવા માથાભારે ઇસમોની રંજાડથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. ગુનેગારોની શાન ઠેકાણે લાવવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પોલીસની મદદે આવ્યું છે.

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં કેટલાક ગુનેગારો બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ કરતા હતા ત્યારે સ્થાનિક પોલીસે આજે અહીં એએમસીની ટીમને સાથે રાખી મોટાપાયે ડીમોલેશન કર્યું હતું. ઝોન 7 ડીસીપી પરમસુખ ડેલુંની આગેવાનીમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ગુજસીટોકના ગુનામાં ફરાર એવા કુખ્યાત બકુખાને અહીં કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલ્કતો ઉભી કરી હતી.જુહાપુરાનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલી કુખ્યાત બકુ ખાનની ૭ દુકાન તેમજ ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

કુખ્યાત બકુખાન પર ધાક ધમકી ખંડણી માંગવાના ગંભીર આરોપ લાગેલા છે અને સુલતાન ગેંગનો સભ્ય છે તેના પર ગુજસીટોક પણ લગાવવામાં આવ્યો છે અનેક લોકોની મિલકત પેક્સહાવી પાડવાના ગુના પણ તેની સામે નોંધાયાં છે.

Latest Stories