અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મુંબઈની 2 યુવતીઓ ઝડપાઇ

New Update
અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મુંબઈની 2 યુવતીઓ ઝડપાઇ

ગુજરાત રાજ્યમાં આમ તો દારૂ બાંધી છે. પરંતુ આ દારૂબંધી માત્ર નામની હોય એવું લાગી રહ્યું છે. દારૂના વેપાર કરતા લોકો દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવા માટે નવા કીમિયા અપનાવતા હોય છે. પરંતુ પોલીસ તેમના બધા કીમિયા શોધી નાખે છે. આવો એક કીમિયો કરી વિદેશી દારૂ અમદાવાદમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, રેલવે મારફત અમદાવાદમાં વિદેશી દારૂ ઘુસાડે તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાલુપુર રેલવે સ્ટેશન પર બે યુવતીઓને દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર રેલવે સ્ટેશન પર આઉટ ગેટ પાસે ઊભી 2 યુવતીની તપાસ કરતાં તેઓ પાસે રહેલ ટ્રાવેલ બેગમાં દારૂનો અને બિયરનો જથ્થો મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી.

publive-image

મળતી માહિતી મુજબ, બંને યુવતીઓ મુસાફર બનીને ટ્રેનમાં આવી હતી અને સ્ટેશન બહાર રાહ જોઈને ઉભી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટિમે શંકાના આધારે તેમની પુકપરછ કરી અને જ્યારે તેમના બેગની તપાસ કરવામાં આવી તો બેગમાંથી દારૂ સહિત 33 હજારનો મુદ્દામાલ મળી આવેલ અને જેમનું નામ પૂછતાં હર્ષદા અને નેહા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકો મુંબઈના અંબરનાથ રેલવે સ્ટેશન પાસે આવેલ અંબર વાઈન શોપમાંથી આ દારૂ લઈને આવ્યા હતા અને જે રેલવે દ્વારા અમદાવાદમાં લઈને આવ્યા છે. હવે પોલીસે તપાસ શરૂ કરી રહી છે કે, આ દારૂ કોને આપવાના હતા અને આ યુવતીઓ પેહલા પણ આવી રીતે દારૂની હેરાફેરી કઈ ચુક્યા છે કે કેમ અને આ લોકો અમદાવાદમાં કોના સંપર્કમાં હતા એ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહ્યું છે.

Latest Stories