અમદાવાદ : રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ, જુઓ વિપક્ષની શું છે પ્રતિક્રિયા

અમદાવાદ : રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ, જુઓ વિપક્ષની શું છે પ્રતિક્રિયા
New Update

રાજયના ચુંટણીપંચે એક તરફ આઠ વિધાનસભા બેઠકોની પેટાચુંટણીને મંજુરી આપી છે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓને ત્રણ મહિના સુધી મુલતવી રાખવામાં આવી છે.

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર સહિત મહાનગર પાલિકાઓ તેમજ ,231 તાલુકા પંચાયતો અને 31 જિલ્લા પંચાયતો ,સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની  મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે, જોકે, આ બધાની વચ્ચે કોરોના મહામારીને  ધ્યાને રાખીને ત્રણ મહિના આ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે.મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મોફુક રાખવાના નિર્ણયને આવકાર્યનો છે તો સાથે આરોપ લગાવ્યો કે સરકારે હવે જનતાના હિત માં કાર્ય કરવું જોઈએ અને કહ્યું કે આ આફત છે પણ ગુજરાત સરકારે આફતને અવસરમાં પલ્ટી છે અને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે.

#election #Connect Gujarat News #Gujarat Election #Local election #Ahmedabad News #Election News #Election Commisioner #Election2020
Here are a few more articles:
Read the Next Article