અમદાવાદ : માતાજીની સ્થાપના માટેના ગરબા અને કોડીયાનો વ્યવસાય થયો ઠપ

New Update
અમદાવાદ : માતાજીની સ્થાપના માટેના ગરબા અને કોડીયાનો વ્યવસાય થયો ઠપ

નવરાત્રી ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે અને નવરાત્રીમાં માતાજીનું સ્થાપન કરી અને માતાજીનો ગરબો મુકવામા આવે છે પણ આ વખતે નવરાત્રીની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ હોવાથી ગરબા અને કોડીયા વેચનારાઓની હાલત કફોડી બની છે…

રાજ્યભરમાં જાહેર જગ્યાએ નવરાત્રી નહિ થાય તેને કારણે અનેક લોકો પર મુશ્કેલી આવી છે ખાસ કરીને માતાજીના ગરબા બનવનાર અને વેચનાર નવરાત્રી સમયે આકર્ષક અને કલરફુલ ગરબા અને કોડિયાંની ખરીદદારી હોઈ છે પણ આ વર્ષે આવા પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ગરબા ખરીદવા માટે ગણતરીના લોકો આવી રહયા છે.

વર્ષોથી ગરબા વેચવાનું કામ કરનાર રજની કહે છે કે કોરોનાને કારણે 5 મહિના લોકડાઉંન રહ્યું અને અનલોક થયા બાદ પણ લોકો આવી નથી રહયા પહેલા કરતાં વેચાણમાં બહુ ઘટાડો થયો છે. કોરોના ને કારણે લોકો બહારની વસ્તુઓ ઓછી લઇ રહયા છે તેની અસર પડી છે અને 5 મહિના ના લોકડાઉંન બાદ ભાવ માં પણ વધારો થયો છે.

દેશમાં કોરોનાની મહામારી છે ત્યારે તેને અનુરૂપ થઇ તહેવાર ઉજવવા જોઈએ પણ સાથે કોવીડ ની બીમારી પણ વધારે ના ફેલાઈ તેપણ જરૂરી છે તેથી ઘરમાંજ માતાજીનું સ્થાપન કરી મર્યાદિત સંખ્યામાં નવરાત્રી ઉજવવી જોઈએ આમ લોકો પણ હવે નવરાત્રીમાં બહાર નહિ નીકળે તેવું મન બનાવી રહયા છે.

Latest Stories