તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો હતો. તો રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાની દર્દીઓ પણ વધ્યા હતાઆ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવેલ. ધીમે-ધીમે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોના સંકટ ઓસરતા રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરબદલ કરવાના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંકેત આપ્યા છે અમદાવાદ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં સંકેત આપ્યા હતા. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવો કે નહીં તે હવે નક્કી કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, વેપાર-ઉદ્યોગમાં કેટલી બાંધછોડ કરવી તે પણ હવે નક્કી કરાશે. તેમણે એમપણ જણાવ્યું હતું કે, અવધિ પૂર્ણ થયા બાદ જે તે તાલુકામાં સ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે જ્યા જ્યા સંક્રમણ ઓછું થશે ત્યાં સ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવશે
ગુજરાત રાજ્યમાં કોરોના સામેની લડાઇ વધુ મજબૂત થતી જઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કડક પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે અને નવા કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. રાજ્યમાં મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે એક્ટિવ કેસ તથા ગંભીર દર્દીઓ પણ ઓછા થઈ રહ્યા છે આમ કમિટી આવનાર દિવસોમાં રાત્રી કર્ફ્યુ અંગે નિર્ણય લેશે