/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/08175336/AHM-REMDESIVIR.jpg)
સમગ્ર રાજયમાં ગંભીર બનતી જઈ રહેલ કોરોનાની પરિસ્થિતીના પગલે સરકાર દોડતી થઈ છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન નિતિન પટેલે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરી હતી.
રાજ્યમાં કોરોનાની અતિગંભીર સ્થિતિને પગલે સરકાર પણ દોડતી થઈ છે. આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દરરોજ 1.25 લાખ દર્દીઓ આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વીડિયો-કોન્ફરન્સ દ્વારા કલેકટર અને કમિશનર સાથે સતત ચર્ચાઓ ચાલી રહી છે.
આ ઉપરાંત અમદાવાદમાં કોમ્યુનિટી હોલ અને અન્ય મોટા હોલમાં જે દર્દી ગંભીર હોય તેમને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. એકવાર ઇન્જેક્શન લઈને જાય એ બાદ તેમને બીજા દિવસે આવવાનું રહેશે. એનો અર્થ એ થયો કે હોસ્પિટલોમાં બેડ મળતાં નથી, જેથી ગંભીર દર્દીઓને કોમ્યુનિટી હોલમાં ઇન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે.આજથી રોજ 100-100 દર્દીઓની બેચ એસવીપીમાં વધું સંખ્યામાં દાખલ કરવામાં આવશે જ્યારે આગામી સમયમાં એક પછી એક કરીને કુલ 500 દર્દીને દાખલ કરી દેવામાં આવશે. આ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને રજા આપવામાં આવશે.