અમદાવાદ : NRI સાસરિયાઓએ વહુ પાસે માંગ્યું દહેજ, જુઓ પછી શું થયું

New Update
અમદાવાદ : NRI સાસરિયાઓએ વહુ પાસે માંગ્યું દહેજ, જુઓ પછી શું થયું

અમદાવાદમાં રહેતી 27 વર્ષીય યુવતીએ NRI સાસરિયાઓ સામે દહેજની ફરિયાદ નોંધાવી છે. મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ 11 મહિનાં પહેલા યુવતીનાં લગ્ન અમેરિકાના યુવાન સાથે થયા હતાં.

તે સમયે અંદાજે 12 તોલા સોનું પિતાએ આપ્યુ હતુ જેથી સાસરિયાઓ દહેજ ઓછુ લાવી હોવાનું કહીને હેરાન કરતા હતા અને યુવતીને અમેરિકા રહેવુ હોય તો 25 લાખ રોકડ અને 50 તોલા સોનુ લઇ આવવા માટે હેરાન કરવામાં આવતી હતી.. આ મામલે યુવતીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories