સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઇ સુધી મુસાફરી કરનારાઓ માટે પટેલ ટ્રાવેલ્સ જાણીતું નામ છે. પણ હવે પટેલ ટ્રાવેલ્સ બંધ થવા જઇ રહી છે. કંપનીના માલિક મેઘજીભાઇ ખેતાણીના જણાવ્યા અનુસાર સરકારની નિતિઓના કારણે ખોટ જઇ રહી હોવાથી કંપની તેનો ટ્રાવેલ્સનો ધંધો સમેટી લેશે.
ગુજરાત સરકારની નીતિઓને કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગ પર ભારે ગંભીર અસર પડી રહી છે. ત્યારે હવે ટ્રાવેલ્સ ઉદ્યોગના માંધાતાએ ધંધામાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની સૌથી જૂની અને જાણીતી ટ્રાવેલ્સ એજન્સી પટેલ ટ્રાવેલર્સે પોતાના ધંધાને સીમિત કરવાનો નિર્ણ્ય કર્યો છે અને સતત થઇ રહેલ આર્થિક નુકશાનથી પોતાની 50 બસો પણ વેચી નાખી છે.
પટેલ ટ્રાવેલર્સના માલિક મેઘજીભાઈ ખેતાણીએ કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનની સૌથી વધુ અસર ટ્રાવેલ્સના ધંધા પર પડી છે. આગામી દિવસોમાં તેઓ પોતાની બચેલી 200 જેટલી બસો પણ વેચી કાઢી ટ્રાવેલ્સનો ધંધો બંધ કરી દેશે.