અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલ વધારી રહયાં છે ખિસ્સા પર ભારણ

New Update
અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલ વધારી રહયાં છે ખિસ્સા પર ભારણ

પેટ્રોલમાં 31 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. બે દિવસમાં પેટ્રોલમાં 57 પૈસા અને ડીઝલમાં 63 પૈસાનો વધારો કરવામાં આવતાં લોકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે.

મે મહિનાથી વાત કરીએ તો આ એક જ મહિનામાં જ 19 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ચૂક્યાં છે. રોજના નજીવા ભાવ વધારા બાદ મુંબઇ, જયપુર સહિત દેશભરના અનેક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયાએ પહોંચી ચુક્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થયું છે. અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં અંતર VATના કારણે હોય છે. 5 રાજ્યોમાં ચૂંટણી સમયથી કિંમતોમાં સ્થિરતા બાદ 4 મેથી ભાવમાં રોજ થોડા વધારા સાથે આજે સામાન્ય માણસની મુશ્કેલી વધી રહી છે. અને ગુજરાતમાં પણ નજીવો ભાવ વધારો થઇ રહ્યો છે.

દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બજારના ભાવનો આધારે પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે જ્યારે ડીલરો રિટેલ કિંમતો પર ટેક્સ અને પોતાના માર્જિનને કાઢ્યા બાદ પેટ્રોલ વેચે છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક સંકડામણ વધી છે તેવામાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિમંતોથી લોકો પરેશાન થઇ ચુકયાં છે. નોકરી કે ધંધા પર જવા માટે વાહનની જરૂરીયાત હોવાથી લોકો ભારણ વેઠીને પણ પેટ્રોલ અને ડીઝલ ભરાવી રહયાં છે.

Latest Stories