અમદાવાદ: હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધી પૈસા કમાવાની લાલચ આપી ઠગાઇ કરતી ટોળકી ઝડપાય !

New Update
અમદાવાદ: હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધી પૈસા કમાવાની લાલચ આપી ઠગાઇ કરતી ટોળકી ઝડપાય !

રાજયમાં હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધી પૈસા કમાવાની લાલચ આપતી ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમે આ ગેંગના સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમા બહાર આવેલ ચોંકાવનારા બનાવમાં બોડી મસાજની આડમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ આરોપીઓ દૈનિકપત્રમાં બોડી મસાજની ભરતીની જાહેરાતો આપતા હતા અને યુવકો જ્યારે ફોન કરતા ત્યારે યુવતિએ બોડી મસાજ નહીં પરંતુ હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે શરીર સંબંધ બાંધીને તેની પાસેથી લીધેલા પૈસામાં 20 ટકા પોતે કમિશન લે છે તેવું જણાવીને યુવકો પાસેથી અલગ અલગ પ્લાન બતાવી 8 હજારથી 25 હજાર સુધી રૂપિયા પડાવી ઠગાઈ કરતા હતા.

અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગુનામાં સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીયા નામના યુવકની ધરપકડ કરાઇ હતી ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક લોકો સાથે આરોપીઓએ આ પ્રકારે ઠગાઈ કરી હોવાનું તેમજ એક ફરિયાદ અમદાવાદ સીટી સાયબર ક્રાઈમમાં નોંધાઈ હોવાથી શહેર સાયબર ક્રાઇમે આરોપીની વધુ પુછપરછ કરતા તેઓની સાથે કામ કરતી અનુરાધા નાગલે અને પ્રિયા અગ્રવાલ નામની યુવતી યુવકો સાથે વાતચીત કરતી હોવાનું ખુલ્યું હતું. તેમજ ફરિયાદી જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા તે ખાતું આરોપી દાનીશ પઠાણે ખોટા આઇડીના આધારે કેતન પટેલના નામે ખોલાવ્યું હતું.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે બે યુવતી સહિત 8 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ યુવક અને યુવતી વચ્ચે આ રીતે ભાગ બટાઈ થતી જેમાંથી ૨૦ ટકા હિસ્સો અમને આપવાનો અને બાકીના રૂપિયા તમારી પાસે રાખવાના. જેના માટે રૂપિયા 1550નું રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે. બાદમાં આરોપીઓ તેઓને અલગ-અલગ પ્લાન આપતા હતા. જે પ્લાનનો કોડ આપીને પ્લાનના અને રજિસ્ટ્રેશનમાં રૂપિયા પડાવતા હતા.અને કાવ્યા મોદી નામની હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે વાતચીત કરાવી અલગ-અલગ બહાના બતાવી મિટિંગ કેન્સલ કરાવતા હતા. પકડાયેલ આરોપીઓમાં પોલીસએ બે યુવતીઓની ધરપકડ કરી છે. જે બંને યુવતીઓ કાવ્યા મોદી તરીકે ફરિયાદી સાથે વાતચીત કરતી હતી.

Latest Stories