આગામી દિવસમાં નવરાત્રી-દિવાળી તહેવાર લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જે પાછળનું કારણ તહેવાર સમયમાં આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટ અપાયું છે. જાહેરનામા અન્વયે કોમ્પ્લેક્સ, જવેલર્સ સહિત ચાર રસ્તા પર સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ કરાયો છે.
અમદાવાદ શહેરના દરેક શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ થિયેટર, થ્રી સ્ટારથી ઉપરની હોટેલોમાં સીસીટીવી અને સિક્યોરિટી ફરજિયાત કરાયું છે તથા પાર્કિંગ, ભોંયરા, તમામ માળ પર સીસીટીવી રાખવા આદેશ કરાયો છે. આ સાથે જ રેસ્ટોરાં, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા પર સીસીટીવી રેકોર્ડિંગ 15 દિવસ સુધી સાચવી રાખવાનો પણ આદેશ કરાયો છે અને બહારથી આવતા મુલાકાતિઓની રજિસ્ટર્ડ માં એન્ટ્રી ફરજિયાત રાખવી તેમ પણ જાહનામાં આદેશ કરવામાં આવ્યો છે
અમદાવાદ પહેલા પણ અનેક વખત આંતકીઓના નિશાને રહ્યું છે તેથી માનવામાં આવે છે કે ગુપ્તચર એજન્સીના એલર્ટ બાદ અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે અને આ જાહેરનામનો સખતીપૂર્વક અમલ કરવામાં આવશે.