છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પોલીસે કર્ફ્યુ ભંગ અને જાહેરનામા ભાંગના કલમ 188 મુજબના કુલ 2.50 લાખ કેસ કર્યા છે. જ્યારથી કોરોના ની શરૂઆત થઈ અને લોકડાઉન અને કર્ફ્યુ નાખવામાં આવ્યું છે ત્યારથી આજ સુધી 3 લાખથી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. જાહેરનામા ભંગના ગુનાને લોકો બહુ જ સામાન્ય ગુના તરીકે ગણે છે, પરંતુ જેમની સામે આ ગુના નોંધાયા છે તેમના પાસપોર્ટ કઢાવવાના, વિદેશ જવા તેમજ નોકરી માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા સહિતનાં કામો અટકી જશે. આ કેસનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેમને કોઈ ક્લિયરન્સ નહિ મળે.

વર્ષ 2020 માં જ્યારથી કોરોના પગ પેસારો કર્યો. ત્યાર બાદ શહેરમાં લોકડાઉન કરવામાં આવ્યું જે લોકડાઉન ત્રણ મહિના જેટલું ચાલ્યું હતું. ત્યાર બાદ થોડી છૂટછાટો સાથે અનલોકની શરૂઆત કરી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો. અને એ કર્ફ્યુ હજી પણ ચાલી રહ્યું છે. હાલમાં કર્ફ્યુ રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ અમલીકરણ કરવામાં આવી રહ્યો છે. જોકે લૉકડાઉન અને કર્ફ્યૂમાં બહાર નીકળતા લોકો સામે આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી ધરપકડ કરાય છે.

રાજ્યભરમાં આજ દિન સુધીમાં પોલીસે જાહેરનામા-કર્ફ્યૂ ભંગના અઢી લાખ જેટલા ગુના નોંધ્યા છે, જેમાં આરોપી તરીકે 3 લાખથી વધુ લોકોને દર્શાવાયા છે. તેમાંથી અમદાવાદમાં 75 હજાર ગુના નોંધાવામાં આવ્યા છે. આ ગુન્હાથી તમારે પાસપોર્ટ માટેના ફોર્મમાં તમામ માહિતી માંગાય છે, જેમાં ઘણા લોકો તેમની સામેના ગુનાની માહિતી દશાર્વતા નથી. પરંતુ પાસપોર્ટ ઓફિસ અને કમિશ્નર કચેરી તે વ્યકિતનું વેરિફિકેશન કરે છે. તેમાં જો કોઈ ગુનો દાખલ થયેલો હોય અથવા પેન્ડિગ હોય તેની માહિતી છુપાવવા બદલ 5 હજાર દંડ કરાય છે.

કલમ 188 મુજબ જે ગુન્હો નોંધાય તેમાં તમને પોલીસ સ્ટેશનનથી જામીન મળી જાય છે પરંતુ જ્યારે કોર્ટમાં તારીખ હોય ત્યારે તેમને કોર્ટમાં બોલાવવામા આવે છે ત્યારે કોર્ટમાં ગુનો કબૂલ કરી, રૂ. 200 દંડ ભરતાં જાહેરનામાના કેસનો નિકાલ થઈ શકે છે. જે વ્યક્તિ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાય છે તેણે કોર્ટમાં જઈને જજ સમક્ષ ગુનો કબૂલ કરવો પડે છે અને 200 રૂ દંડ ભરવો પડે છે. દંડ ભર્યા બાદ તેણે જાહેરનામા ભંગના કેસનો નિકાલ થયો હોવાનું સર્ટિફિકેટ મળે છે. પાસપોર્ટ, પીવીસી અને પીસીસી સહિતના સર્ટિફિકેટ કઢાવતી વખતે એ સર્ટિફિકેટ સાથે રજૂ કરવું પડે છે