અમદાવાદ : પોલીસ કોન્સટેબલને શોર્ટકટથી કમાવા હતાં રૂપિયા, જુઓ કેવો કિમિયો અજમાવ્યો

New Update
અમદાવાદ : પોલીસ કોન્સટેબલને શોર્ટકટથી કમાવા હતાં રૂપિયા, જુઓ કેવો કિમિયો અજમાવ્યો

કોરોનાના કારણે લોકડાઉન આવ્યાં બાદ હવે દરેક લોકો શોર્ટકટથી પૈસા કમાવા માંગી રહયાં છે અને તેમાંથી પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહયાં નથી. ઓઢવ પોલીસે પોલીસ કોન્સટેબલ સહિત ચાર લોકોની ટોળકીને કાર ઉચાપત કરવાના ગુનામાં ઝડપી પાડી છે.

ઓઢવ પોલીસની ગિરફતમાં ઉભેલા આ ચાર આરોપીઓમાંથી એક આરોપી અક્ષય દેસાઈ ખુદ પોતે ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેણે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ગાડીઓ ગીરવે લીધી અને તેનું ઊંચું ભાડું આપવાની લાલચ આપી. બાદમાં ગીરવે લીધેલી ગાડીઓની નંબર પ્લેટ કાઢી નાખી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુકી રાખતો હતો. બાદમાં તેણે ગાડી માલિકોના ફોન પણ રિસીવ કરવા ના બંધ કરી દીધા હતા આ સાથે જ ગીરવે લીધેલી ગાડીઓને ઓછા ભાવે વેચવાનો કારસો ઘડી નાંખ્યો હતો.

ગત માર્ચ મહિનામાં ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ દરમિયાન આરોપીઓ મુળ અમદાવાદના હોવાની હકીકત સામે આવી હતી. આરોપીઓએ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં તમામ ગાડીઓ રાખેલી હોવાની માહિતી પોલીસને મળી હતી. ઓઢવ પોલીસે તમામ ગાડીઓ રિકવર કરી સાથે જ સાથે જ ચાર આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે જેમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થવા જાય છે. હવે જોવાનું એ રહ્યું કે પકડાયેલ પોલીસ કર્મચારી વિરૂધ્ધ કેવા પ્રકારના કાયદાકીય પગલાં લેવામાં આવે છે. હાલ ઓઢવ પોલીસે તમામ આરોપીઓની કસ્ટડી ડાકોર પોલીસને સોંપી દીધી છે.

Latest Stories