રાજસ્થાનના સાંસદ દેવજી પટેલ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને આક્ષેપ કરતો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યુ કે અમદાવાદમાં રાજસ્થાનના વાહનચાલકોને અમદાવાદ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. આથી ખોટી રીતે હેરાન કરતા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે તમણે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
અમદાવાદ શહેરની બહાર રીંગ રોડ પર રાજસ્થાની વાહનો પસાર થતા જોઈને અમદાવાદ પોલીસ તેમને રોકે છે. કારમાં કોઈ વૃદ્ધ કે દર્દી હોય તો પણ પુરી મુસાફરોને બહાર બહાર ઉતારવા ફરજ પાડે છે. વધુમાં લાઇસન્સ ની માંગણી કર્યા બાદ ત્યારપછી તેઓ એક યા બીજી રીતે ડ્રાઈવરને આરસી બુક, ઈન્સ્યોરન્સ પેપર, પોલ્યુશન સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ બાબતે માથાકૂટ કરે છે વધુમાં અંતે માસ્ક અને વાહનની ફિલ્મ નંબર પ્લેટ ખરાબ છે. આવા વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઈને અમુક કિસ્સાઓમાં દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શકતા ન હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું.અમદાવાદ રીંગ રોડ પરથી પસાર થતાં રાજસ્થાન અને અન્ય રાજ્યોના વાહનચાલકોને બિનજરૂરી રીતે હેરાન કરતા પોલીસ કર્મચારીઓ સામે પગલાની અંતમાં રાજસ્થાનના સાંસદ દેવજી પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે અને રાજ્યની પોલીસ કોઈપણ વાહન ચાલકને હેરાન ન કરે તેવી પણ રજૂઆત કરી છે
