અમદાવાદ : પોપ્યુલર્સ બિલ્ડર્સ વિરૂધ્ધ 3 કરોડ રૂપિયાની ઓફીસ પચાવી પાડવાનો આરોપ

અમદાવાદ : પોપ્યુલર્સ બિલ્ડર્સ વિરૂધ્ધ 3 કરોડ રૂપિયાની ઓફીસ પચાવી પાડવાનો આરોપ
New Update

અમદાવાદ શહેરના પોપ્યુલર બિલ્ડર બ્રધર્સ સામે વધુ એક પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે થલતેજમાં આવેલી ત્રણ કરોડની ઓફિસને 2010થી ભાડે રાખી પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે. ઓફિસના માલિક દ્વારા અવારનવાર ખાલી કરવા નોટિસ આપવા છતાં બંને ભાઇઓ ધમકી આપી ઓફિસ પર કબજો લઈ લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોપ્યુલર બિલ્ડર સામે આ ચોથી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સોલાના ઐશ્વવર્ય બંગલોઝમાં રહેતા અને મોટી ભોંયણ ખાતે ગુંજન પેઇન્ટ્સ નામે કંપની ધરાવતા ગોવિંદભાઈ બારોટની ન્યૂયોર્ક ટાવરમાં આઠમા માળે ઓફિસ આવેલી છે. વર્ષ 2010માં પોપ્યુલર બિલ્ડર બ્રધર્સ એવા રમણ અમે દશરથ પટેલે ઓફિસ ખાલી હોવાથી 11 મહિના 29 દિવસના કરાર પર ભાડે રાખી હતી. 2011માં કરાર પૂરો થતાં વકીલ મારફતે ગોવિંદભાઈએ નોટિસ આપી હતી છતાં ખાલી નહિ કરી ત્રણ વર્ષ કાઢી નાખ્યા હતા2015મા ફરી કરાર કરવાનું બિલ્ડર રમણ અને દશરથ પટેલે કહેતા કરાર કર્યો હતો. જે 2014થી ગણ્યો હતો. ફરી એક વર્ષ પૂરું થતા ઓફિસ ખાલી કરવાનું કહેતા તેઓએ ગાળો બોલી ઓફિસ અમારી છે અને અહીંયા પગ મુકશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી

ગોવિંદભાઈએ ખાનગી બેકમાં આ ઓફિસ પર લોન લીધી હતી જે બાબતે બંને ભાઈને જાણ થતાં તેઓ બેકમાં એક પત્ર લખી ખોટી જાણ કરી હતી કે આ ઓફિસ લાંબા સમય સુધી તેઓએ ભાડે રાખી છે. ત્રણ કરોડની કિંમતની ઓફિસ પચાવી પાડવા માટે તેઓએ ધમકી આપી કબ્જો લઈ લેતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છેઉલ્લેખનીય છે કે બિલ્ડર પરિવારનો ઘરનો કંકાસ પોલીસસ્ટેશન સુધી પહોંચ્યા બાદ એક બાદ એક ફરિયાદો નોંધાઈ હતી. એક ફરિયાદમાં તો સમગ્ર પરિવારજનો ના નામ પણ હતા અને રમણ પટેલ નું નામ આ તમામ ફરિયાદોમાં આવતા હવે તેની મુશ્કેલીમાં વધારો થશે.

#Gujarat #Ahmedabad #Connect Gujarat News #Popular Builder Group
Here are a few more articles:
Read the Next Article