Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : નાગરિકતા સંશોધન બિલ વિષે વિહિપ મંત્રીએ આપ્યું નિવેદન “સરકારનું સરાહનીય કાર્ય”

અમદાવાદ : નાગરિકતા સંશોધન બિલ વિષે વિહિપ મંત્રીએ આપ્યું નિવેદન “સરકારનું સરાહનીય કાર્ય”
X

અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સભ્ય બનાવવા માટે રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા વિહિપના કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા હતા. રેલી દરમ્યાન ઉપસ્થિત મંત્રીએ નાગરિકતા બિલ વિશે પણ નિવેદન આપ્યું હતું.

હાલ શિયાળુ સત્ર ચાલુ છે, જેમાં સરકાર દ્વારા પણ અલગ અલગ બિલ પસાર

કરવામાં આવ્યા છે, ત્યારે નાગરિકતા સંશોધન બિલના

આધારે કેન્દ્ર સરકાર દ્વારા દરેક સમૂહને આવરી લેવામાં

આવ્યા છે. પરંતુ કોઈ એક જ સમાજના સમુહ આવરી લેવામાં ન આવતા ક્યાંકને ક્યાંક આ

મામલે વિપક્ષનો વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે

હિન્દુત્વવાદી ગણાતું સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ સભ્ય માટે નવીન શરૂઆત કરી રહી હતી.

વિહિપના મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાગરિકતા સંશોધનમાં જે રીતે કેન્દ્ર સરકારે વલણ દાખવ્યું છે, તે બહુ જ સરાહનીય છે તથા જ્યા અલ્પસંખ્યકોની વાત કરવામાં આવે તો જે આજુબાજુના દેશો છે તે અને પાકિસ્તાન પણ મુસ્લિમોને અલ્પસંખ્યકમાં ગણતા નથી. પરંતુ પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા હવે ઘટીને માત્ર 3% ટકાની આસપાસ રહી ગઈ છે, ત્યારે પાકિસ્તાનમાં મંદિરોની પણ સંખ્યા ઘટીને માત્ર 20 જ મંદિર રહી ગયા છે. દરેક દેશને પણ પોતાના એક નિયમો અને અધિકારો હોય છે. તે રીતે ભારતે પણ આ માટે નાગરિકતા સંશોધન બિલ પર જે સરકારી કામ કર્યું છે, તે ઘણું જ સરાહનીય કાર્ય છે

Next Story