અમદાવાદ: રામોલ હાથીજણ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનો પ્રારંભ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

New Update
અમદાવાદ: રામોલ હાથીજણ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનો પ્રારંભ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

અમદાવાદના રામોલ હાથીજણ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનો પ્રારંભ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં કરવામાં આવ્યો હતો ત્યારે હવે પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં સારી આરોગ્યપ્રદ સુવિધા મળી રહેશે.

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ બે ભાગમાં વહેચાયેલ છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ સાબરમતી નદીના બને બાજુ અમદાવાદ ના વિસ્તારો છે ત્યારે પશ્ચિમ અમદાવાદની સરખામણીએ પૂર્વ અમદાવાદમાં વિકાસ ઓછો છે ત્યારે આ વિસ્તારની જનતાને પ્રાથમિક અને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સરકાર અને સ્થાનીય તંત્ર સક્રિય બન્યું છે તેના ભાગરૂપે પૂર્વ વિસ્તારના રામોલ હાથીજણ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો આ હેલ્થ સેન્ટરથી આસપાસની જનતાને લાભ મળશે.

આ અર્બન હેલ્થ સેન્ટરમાં ગાયનેક ડોક્ટર તાત્કાલિક સારવાર વિભાગ અને સરકારી મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ અર્બન હેલ્થ સેન્ટરથી આસપાસની લગભગ 50 હજાર નાગરિકોને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળશે પૂર્વ અમદાવાદમાં આ સૌથી મોટું અર્બન હેલ્થ સેન્ટર છે.ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી પ્રદીપસિંહ જાડેજાની સાથે મેયર કીરિટ પરમાર અને પૂર્વના સાંસદ કિરીટ સોલંકી પણ હાજર રહયા હતા.

Latest Stories