અમદાવાદ : દીલ્હી કુચ કરે તે પહેલાં શંકરસિંહ વાઘેલા સાથે પોલીસે શું કર્યું, તમે પણ જુઓ

New Update
અમદાવાદ : દીલ્હી કુચ કરે તે પહેલાં શંકરસિંહ વાઘેલા સાથે પોલીસે શું કર્યું, તમે પણ જુઓ

કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલ આંદોલનને સમર્થન આપવા રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા દીલ્હી તરફ કુચ કરે તે પહેલાં જ પોલીસે તેમને નજર કેદ કરી લીધાં છે.

ગુજરાતમાં પણ ખેડુત આંદોલનની આગ ધીમે ધીમે પ્રસરી રહી છે. ખેડુત સંગઠનોની સાથે હવે વિપક્ષો પણ સરકાર સાથે શિંગડા ભેરવવા સજજ બન્યાં છે. રાજયના પુર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ શનિવારના રોજ ખેડુત અધિકાર યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. શંકરસિંહ વાઘેલાએ આરોપ લગાવ્ય છે કે પોલીસે રાત્રીના 3 વાગે અમારા ઝંડા ઉતારી લીધા મને કહેવામાં આવ્યું કે તમે ઘરમાં નજર કેદ છો અને 144 ની કલમ લાગી છે ….આ સરકારમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી આ આંદોલન માત્ર ખેડૂતનું નથી દેશની જનતા માટે છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું વલણ કાશ્મીર વેલી જેવું છે જરૂર પડે તો હું મારા નિવાસસ્થને અનશન કરીશ ગાંધીજીની પ્રતિમાના દર્શન કરવાની મને છુટ નથી.

બીજેપી સરકાર કરોડો રૂપિયા ખર્ચી સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે ભાજપ ગુજરાત અને દેશને બદનામ કરી રહ્યો છે …..આ દેશમાં કોઈ વિરોધ ના કરી શકે હુંય ખેડૂતના હિત માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ આ સરકાર ને અહંમ અને અહંકાર છે કાયદો વ્યવસ્થા અમે બગાડવા નથી માંગતા આ પ્રતીક કાર્યક્રમ છે. એક તરફ કોંગ્રેસ પણ ખેડુતોના આંદોલનને સમર્થન આપ્યું છે ત્યારે હવે વિપક્ષો એક થઇ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપ સંખ્યાબંધ કાર્યક્રમ યોજી કૃષિ કાયદાઓની તરફેણ કરી ખેડુતોને રીઝવવાના પ્રયાસોમાં લાગી છે ત્યારે આગામી દિવસોમાં શું થશે તેના પર સૌની મીટ મંડાઇ છે….

Latest Stories