/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/18144654/maxresdefault-225.jpg)
31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યભરમાં રાત્રી કર્ફ્યુનો અમલ થઇ રહ્યો છે ત્યારે બુટલેગરો કરફયુની અમલવારી વચ્ચે પણ દારૂ ઘુસાડી રહયાં છે. પીસીબીએ શહેરના સરદારનગર ખાતે રેઇડ કરી 596 બોટલ વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો પોલીસની રેડ દરમ્યાન ત્યાંથી બુટલેગરો ફરાર થવામાં સફળ થયા હતાં.
અમદાવાદ પીસીબીએ બાતમીના આધારે કુબેરનગર રેલવે ફાટક પાસેથી 72 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. જેમાં 596 દારૂની બોટલ સહિત ત્રણ વાહનો કબજે કરી દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી તેમજ સાવન ઠાકોર, શ્રવણ બલિયો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત રાજુ ગેંડી અને શ્રવણ બલિયો બન્ને અનેક ગુનામાં વોન્ટેડ છે જે પોલીસ હાથે ઝડપાતા નથી પરંતુ બને બેઠા બેઠા દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા છે. જો કે 31 ડિસેમ્બર આવતા જ બુટલેગર પણ સક્રિય થઈ દારૂનો જથ્થો મગાવી રહ્યા છે.
શહેરમાં 31 ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવા નાના મોટા બુટલેગરો સક્રિય થયા છે ત્યારે પોલીસ કોઈ પણ સંજોગોમાં દારૂની બદીને નાથવા સક્રિય થઇ છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂની સપ્લાય થાય છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દરરોજ રેઇડ કરી રહી છે આમ 31 ડિસેમ્બરે શહેરમાં પોલીસ કોઈપણ રીતના દારૂની સપ્લાય રોકવા માંગે છે.