અમદાવાદ : સી-પ્લેન 1971માં કેનેડાની કંપનીએ બનાવ્યું હતું, અત્યાર સુધી અનેક માલિકો બદલાય ચુકયાં છે

New Update
અમદાવાદ :  સી-પ્લેન 1971માં કેનેડાની કંપનીએ બનાવ્યું હતું, અત્યાર સુધી અનેક માલિકો બદલાય ચુકયાં છે

સી પ્લેન માટે ગજબનો ઉત્સાહ બતાવનારા ગુજરાતીઓ માટે એક મહત્ત્વની વિગત બહાર આવી છે કે આ સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું

વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેનના સંખ્યાબંધ માલિકો બદલાઈ ચૂક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન) પાસે છે. ઉલ્લેખનીય છે કે ઉડાન સ્કીમ હેઠળ ઊડી રહેલી આ ફ્લાઇટે ગુજરાત અને દેશભરના પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે

Latest Stories