અમદાવાદ : સી પ્લેન સેવાને દિવાળી ફળી, એડવાન્સ બુકિંગ થયું હાઉસફૂલ

New Update
અમદાવાદ : સી પ્લેન સેવાને દિવાળી ફળી, એડવાન્સ બુકિંગ થયું હાઉસફૂલ

શહેરમાં સી-પ્લેનની સેવા શરૂ થયા બાદથી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી અને કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી મળી 1થી 3 નવેમ્બર સુધી ત્રણ દિવસમાં 80 પેસેન્જરે મુસાફરી કરી છે. પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી, જેમાં કેવડિયા 6 પેસેન્જર ગયા હતા પણ તહેવાર નજીક આવતા સી પ્લેન ની ફલાઇટ હવે હાઉસફુલ થઇ રહી છે અને આખી ફલાઇટો બુક થઇ રહી છે

અમદાવાદ થી કેવડિયા જવા માટે અમદાવાદ સી પ્લેનની ઈન્કવાયરી વધી રહી છે અને ફળીતો પણ હાઉસફુલ થઇ રહી છે દિવાળીના તહેવાર નજીક આવતા હવે ફલાઇટ માં એડવાન્સ બુકીંગ થૈ રહયા છે ધનતેરસ થી નાવાવર્ષ ના દિવસ સુધીની તમામ ફલાઇટ બુક થઇ ગઈ છે રાજ્ય અને રાજ્યની બહારથી આવતા પ્રવસીઓની રુચિ હવે સી પ્લેન તરફ વળી રહી છે

જ્યારે સી પ્લેની શરૂઆત થઇ હતી ત્યારબાદના દિવસોમાં પેસેન્જર મળતા ના હતા અને રિટર્ન ફ્લાઈટ ખાલી આવી હતી. સી પ્લેન બીજા દિવસે પણ એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ, જેમાં જતા 14 પેસેન્જરો અને રિટર્ન ફ્લાઈટમાં 8 પેસેન્જર હતા. ત્રીજા દિવસે શિડ્યૂલ પ્રમાણે બન્ને ફ્લાઈટ ઓપરેટ થઈ છે, જેમાં અમદાવાદથી જતાં ફુલ એટલે કે 15-15 પેસેન્જર ગયા હતા. જ્યારે રિટર્નમાં બન્ને ફ્લાઈટમાં 11 અને 12 પેસેન્જરે મુસાફરીનો લાભ લીધો હતો પણ હવે સી પ્લેન ઓપરેટ કરતી કંપની સ્પાઇસ જેટ ને ઈન્કવાયરીઓ મળી રહી છે.

Latest Stories