અમદાવાદ : વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશનનું સેવાકાર્ય, નવ ઓકિસજન પ્લાન્ટની આપી ભેટ

New Update
અમદાવાદ : વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશનનું સેવાકાર્ય, નવ ઓકિસજન પ્લાન્ટની આપી ભેટ

રાજયમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરને પહોંચી વળવા માટે ઓકિસજન પ્લાન્ટનું યુધ્ધના ધોરણે સ્થાપન કરવામાં આવી રહયું છે. વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશન તરફથી ભેટ આપવામાં આવેલાં 9 જેટલા ઓકિસજન પ્લાન્ટનું શુક્રવારના રોજ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઇ-લોકાર્પણ કરાયું હતું.

વૈષ્ણવ વણિક સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓ વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપવામાં આવેલા નવ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી 29 ઓકિસજન પ્લાન્ટ નાંખવાનું આયોજન છે. આ સેવાકાર્ય પાછળ કુલ 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પાવન અવસરે વ્રજરાજજીએ જણાવ્યું હતું કે, દેશ દુનિયા મહામારી સામે સઘર્ષ કરી રહ્યું છે. જો કે ભારતની જાણે વિશેષ પરીક્ષા કુદરત લઈ રહ્યું છે. બીજી તરફ  162 ઓક્સિજન પ્લાન્ટને PM કેરફંડમાંથી મજૂરી અપાઈ છે. આગામી દિવસોમાં 300 ઓક્સિજન પ્લાન્ટનું કામ થશે. અમિત શાહે કોરાનાના મૃતકોના પરિવારને પણ સંવેદના પાઠવી હતી. સોલા, સિંગરવા, ભાણવડ, કપડવંજ, તિલકવાડા, સાગબારામાં આ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. મહેસાણા, પોરબંદરમાં પણ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી દેવાયું છે. આ ઓક્સિજન પ્લાન્ટોની 10 હજાર લિટરની ક્ષમતા છે.