/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/10173504/maxresdefault-107-26.jpg)
અમદાવાદમાં મિલકત વેચી પૈસાની માંગણી કરનારા પુત્રએ પિતાની જ હત્યા કરી નાંખી છે. મિલકત પાછળ આંધળા બનેલા પુત્રએ પિતાને લાકડીના સપાટા મારી દેતાં પિતાએ જીવ ગુમાવી દીધો હતો. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં શીલ આંબલી રોડ પર પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૂળ પાટણના સોજીત્રા ગામના અને હાલમાં શીલજ- આંબલી રોડ પર ઔડાના મકાનમાં મગન રબારી તેમની પુત્રી અને પુત્ર સુરેશ ઉર્ફે ગમન સામે રહેતા હતા. મગનભાઈ થલતેજ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. બે દિવસ પહેલાં સુરેશે પિતા સાથે ગામડે આવેલી જમીન, મકાન અને મમ્મીના દાગીના વેચી તેના પૈસા આવે તે મને આપી દો તેવી વાત કરી હતી. મગનભાઈએ આ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. દરમ્યાનમાં રાતે નોકરી પુરી મગનભાઈ ઘરે આવ્યા હતા. ઘરના બધા સુતા હતા ત્યારે સુરેશ લાકડી લઈ તેના પિતાને માથામાં માર માર્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું. સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરી છે.
આરોપીના દોઢ મહિના પહેલા સગાઈ કરી હતી. સુરેશને મંગેતરને ગિફ્ટ આપવા માટે રૂપિયા જોઈતા હતા. પરંતુ પિતાએ પૈસા આપવવાની ના પાડતા સુરેશ ગુસ્સે ભરાયો હતો. બે દિવસથી તેના પિતા સાથે તે ઝઘડો કરતો હતો. અને કાલે રાતે સુરેશે પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. આરોપી કોઈજ કામકાજ કરતો ન હતો બેકાર હતો. પરિવારમાં પિતા પુત્ર અને એક પુત્રી છે. જમા હવે 20 વર્ષની દીકરી હવે એકલીજ પરિવારમાં રહી. પરંતુ આ કલયુગી પુત્રે આખો પરિવાર વેરવિખેર કરી નાખ્યો છેેે.