અમદાવાદ: વાવાઝોડાથી ધરાશાયી થયેલ વીજ પોલ તંત્રએ ઊભા કરવાની દરકાર ન લીધી તો ગ્રામજનોએ શું કર્યું, જુઓ

New Update
અમદાવાદ: વાવાઝોડાથી ધરાશાયી થયેલ વીજ પોલ તંત્રએ ઊભા કરવાની દરકાર ન લીધી તો ગ્રામજનોએ શું કર્યું, જુઓ

તાઉતે વાવઝોડાથી અમદાવાદના ધોલેરામાં ધરાશાયી થયેલ વીજ પોલને ઊભા કરવાનું કામ જાતે જ ગામના યુવાનોએ શરૂ કર્યું છે. તંત્રના અધિકારીઑ આજદિન સુધી ગામમાં ન પહોંચતા યુવાનોએ હીમત દાખવી ગામમાંથી અંધારપટ દૂર કરવા પ્રયાસ શરૂ કર્યા છે.

તાઉતે વાવઝોડાથી રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તરમાં ભારે તારાજી થઇ હતી ખાસ કરીને વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે અમદાવાદ થી 70 કિમિ દૂર આવેલ ધોલેરા જે સ્માર્ટ સીટીની યાદીમાં છે તેના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા છે છતાં આજદિવસ સુધી તંત્ર કે વીજ કંપનીઓ કામગીરી કરવાના આવતા ગામના યુવાનોએ પોતાના હાથે હવે વીજ પોલ ઉભા કરવાનું કાર્ય શરુ કર્યું છે સરકારના ભરોસે ના રહેતા આ યુવાનો અપના હાથ જગન્નાથની કેહવત ને સાર્થક કરી રહ્યા છે.

ધોલેરા રાજ્યનું સ્માર્ટ સીટી છે અને અહીં અનેક નવા પ્રોજેકટો અત્યારે અમલમાં છે પણ આજ ધોલેરાના અનેક ગ્રામ્ય વિસ્તારો માં વીજ પોલ ધરાશાયી થયા છે અને અંધારપટ છવાયેલ હોઈ તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પણ અધિકારીઓ કામગીરી માટે આવ્યા ન હતા ત્યારે ગામના યુવાનોએ એકબીજાની મદદથી વીજપોલ જાતે જ ઉભા કરવાનુ શરૂ કર્યું છે અને ગામમાં વીજ પુરવઠો પુન:કાર્યરત કર્યો છે.

Latest Stories