અમદાવાદ: તાઉતે વાવાઝોડાના કારણે રાજયમાં 45 લોકોના મોત, જુઓ તારાજીના દ્રશ્યો

New Update
અમદાવાદ: તાઉતે વાવાઝોડાના કારણે રાજયમાં 45 લોકોના મોત, જુઓ તારાજીના દ્રશ્યો

'તાઉ-તે' વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં ભારે વિનાશ વેર્યો છે.વાવાઝોડાના કારણે રાજયમાં 45 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો 60 હજારથી વધારે વૃક્ષો પણ ધરાશયી થઈ ગયા હતા.

વિનાશક 'તાઉ-તે' વાવાઝોડું રાજ્યમાં ટકરાયા બાદ રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વિનાશ વેર્યો છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નડિયાદ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા.

રાજ્યમાં ખેડા, ગીર-સોમનાથ, ભાવનગર, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ 4થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારે વાવઝોડાથી 45 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં સામે આવ્યું છે કે વાવાઝોડાના કારણે મુત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 45 થઈ છે. આ સાથે જ ઘણા બધા પશુઑના પણ મોત થયા છે। વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા.16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા સરકારી તંત્રે યુદ્ધના ધોરણે અહીં કામગીરી શરુ કરી છે.

વાવાઝોડાનું રાજ્યમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે.બીજીબાજુ વાવાઝોડાથી થયેલ તારાજી બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક હાલ લેવલ બેઠક કરી હતી તેમાં સરકારના તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર રહયા હતા મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories