અમદાવાદ : તાઉ-તે વાવાઝોડાએ ઉખાડયાં વીજપોલ, વીજકંપનીના કર્મચારીઓની કવાયત

New Update
અમદાવાદ : તાઉ-તે વાવાઝોડાએ ઉખાડયાં વીજપોલ, વીજકંપનીના કર્મચારીઓની કવાયત

સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં તાઉ-તે વાવાઝોડાએ વૃક્ષો તથા વીજપોલ ધરાશાયી કરી નાંખતાં વીજળી વેરણ થઇ ચુકી છે. વીજ કંપનીની વિવિધ ટીમો હાલ યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં તાઉ’તે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ વીજપોલ અને ફીડરોને ભારે નુકશાન થયું છે. કેટલાય ગામડાઓમાં હજી સુધી વીજપુરવઠો રાબેતા મુજબ થયો હતો. અનેક સ્થળોએ થાંભલાઓ તુટી ગયાં છે તો કેટલીય જગ્યાએ વીજવાયરો પર વૃક્ષો તુટી પડયાં છે. વીજપુરવઠો રાબેતા મુજબ કરવા માટે અમદાવાદ જિલ્લા યુ.જી.વી.સી.એલ. દ્વારા યુધ્ધના ઘોરણે કામગીરી હાથધરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળે ખોરવાઇ ગયેલ વીજ પુરવઠો પુન: પ્રસ્થાપિત કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના મોટીબોરૂ ગામમાં પણ વીજપુરવઠો ખોરવાઇ જવાના કારણે રાત્રિ સમયે કામગીરી હાથ ધરી હતી. હાલ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના વિવિધ સ્થળોએ પણ વીજકંપનીની ટીમો કામે લાગી છે.

Latest Stories