અમદાવાદ: તાઉતે વાવાઝોડાની અસરથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો,જુઓ કેવી સર્જાઈ હતી પરિસ્થિતિ

New Update
અમદાવાદ: તાઉતે વાવાઝોડાની અસરથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો,જુઓ કેવી સર્જાઈ હતી પરિસ્થિતિ

અમદાવાદમાં તાઉતે વાવાઝોડાની અસર અમદાવાદના હાલ બેહાલ કરી નાખ્યા છે. વાવાઝોડાની અસરથી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં સાંજે વાવાઝોડું ત્રાટક્યું હતું . નળસરોવર, સાણંદ, વીરમગામથી વાવાઝોડું પસાર થયું હતું .ગ્રામીણ અમદાવાદમાં 80થી 90 કિમી પ્રતિ કલાક પવન ફુંકાતા ભારે તારાજી સર્જાઈ હતી. અમદવાદ શહેરની આસપાસ 50થી 70 કિમીની ઝડપે પવન ફુંકાતા ભારે નુકશાન થયું છે. અમદાવાદમાં પશ્વિમ વિસ્તારમાં સૌથી વધારેપવન ફુંકાતા અહીં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરમાં 189 જેટલા વૃક્ષો પડ્યા છે. 43 જગ્યાએ પાણી ભરાયા હતા.

મધ્ય ઝોનમાં 4 મકાન ધરાશાયી થયા છે.18 પોલ, 27 કાચા મકાન અને 377 હોર્ડિંગને નુકસાન થયું છે. વરસાદના કારણે વાસણા બેરેજના 6 ગેટ ખોલવામાં આવ્યા હતા। રિવરફ્ર્ન્ટ જે અમદાવાદની ઓળખ બન્યું છે તે પણ તે ઓળખ પણ પાણીમાં ગરકાવ થઈ હતી. ઠેર ઠેર રિવરફ્રન્ટમાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા. અમદાવાદમાં તાઉતે વાવઝોડાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરમાં પાણી ના ભરાય તે માટે વાસણા બેરેજની સપાટી ઓછી કરવામાં આવી હતી છતાં પણ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા તો સર્જાઈ અને તંત્રની પોલ ખુલ્લી કરી દીધી હતી આના પરથી તંત્ર દ્વારા આગામી સમયમાં ચોમાસાની ઋતુ આવે તે પહેલા પૂરતી તૈયારીઓ કરવી જોઈએ જેથી લોકો પડતી હાલાકી દુર થાય.

Latest Stories