/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/28151500/maxresdefault-230.jpg)
અમદાવાદ શહેરની સાથે હવે જિલ્લના અનેક ગ્રામ વિસ્તારો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી ગ્રામ્ય વિસ્તાર માટે ટેસ્ટિંગ લેબોરેટરી વાન જિલ્લા તંત્રને આપવામાં આવી છે. આ લેબોરેટરી વાન જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં જઈ કોરોના ટેસ્ટ કરી રહી છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ લેબોરેટરી વાન આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે.
રાજ્યમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત શહેર અમદાવાદ છે ત્યારે સાથે હવે જિલ્લામાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વધતાં સંક્રમણને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરમાં ટેસ્ટ કરાવવા આવવા માટે ડરી રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર અને ગૃહમંત્રી અમિત શાહના અનુદાનમાંથી 5 ટેસ્ટિંગ લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે અને વાન અલગ અલગ ગામડાઓમાં પોહચી સામાન્ય લક્ષણો ધરાવતા લોકોના કોરોના ટેસ્ટ કરી રહી છે.
આ વાન મળવાથી 35થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટેસ્ટ કરાવવા લોકો પોહચી રહયા છે. લેબોરેટરી વાન ઉપલબ્ધ થવાથી જિલ્લના અનેક ગામડાઓમાં ટેસ્ટ કરાવવા આવતા લોકો પણ કહી રહયા છે કે આ વાન ફાયદારૂપ છે. 5 વાન ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવી છે આમ હવે શહેરની સાથે જિલ્લામાં પણ કોરોના ટેસ્ટ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે.