અમદાવાદ : કોરોના હોટસ્પોટ બની રહેલા અમદાવાદની ભયાનક સ્થિતિ; અંતિમક્રિયા માટે સ્મશાનમાં 8 કલાક વેઇટિંગ

અમદાવાદ : કોરોના હોટસ્પોટ બની રહેલા અમદાવાદની ભયાનક સ્થિતિ; અંતિમક્રિયા માટે સ્મશાનમાં 8 કલાક વેઇટિંગ
New Update

કોરોનાનું હોટસ્પોટ બની રહેલ અમદાવાદથી ભયાવહ દર્શ્યો સામે આવી રહયા છે. શહેરના હોસ્પિટલો સહિત સ્મશાનગૃહોમાં 6 થી 8 કલાક વેઇટિંગ ચાલી રહયા છે. સ્મશાનો અંતિમક્રિયા માટે પરિજનો રાહ જોઈને બેઠા છે.

રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે મહાનગરોની સ્થિતિ અત્યંત ખરાબ છે. અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ ભયજનક છે. સ્મશાનોમાં ભયાવહ દૃશ્યો જોવા મળી રહ્યાં છે. કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ એમ્બુલન્સ વાનમાં અંતિમક્રિયા માટે વેટીંગમાં છે. કોરોનાને કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ ગયાં છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખૂટી ગયાના વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે કનેકટ ગુજરાતની ટીમ આજે શહેરના એસજી હાઇવે પર આવેલ સમશાનગૃહમાં પહોચી તો આંખમાં આંસુ આવી જાય તેવી સ્થિતિ જોવા મળી. અહીં એક પછી એક 9 એમ્બ્યુલન્સ માત્ર 2 કલાકના ગાળામાં પોહચી હતી. અંતિમવિધિ માટે 6 થી 8 કલાક પરિવારજનોએ રાહ જોવી પડે છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અમદાવાદમા કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પીટલમાં સારવાર માટે બેડની વ્યવસ્થા નથી જેમાં વેટિંગ છે. જો કોઈ હોસ્પીટલમાં જગ્યા મળે તો ઑક્સીજન કે વેન્ટિલેટર નથી મળતું. અને હવે મૃતદેહ માટે સ્મશાનોમાં પણ રાહ જોવી પડે છે. જુઓ શું કહે છે મૃતકના સ્વજન.

સરકારી આંકડાની સામે વાસ્તવિક સ્થિતિ અલગ છે. શહેરના દરેક સ્મશાંગૃહના આજ હાલ છે. સવારથી એમ્બ્યુલન્સોની લાઈનો લાગે છે, દરેક શમશાન ગૃહમાં દિવસેને દિવસે હાલાત બદતર થઇ રહી છે. મૃત્યુ પામેલના સ્વજનોની હાલાત પણ કલાકોના વેઇટિંગથી કફોડી બની જાય છે. અમદાવાદમાં અનેક શમશાન ગૃહમાં બંધ પડેલ સગડીઓ શરૂ કરવાની નોબત આવી છે તો સાથે મોટા પ્રમાણમાં લાકડાઓ પણ ખૂટી રહયા છે.

#Gujarat #Amdavad #Amdavad Corona Virus #Corona Hotspot #Cemetery Waiting
Here are a few more articles:
Read the Next Article