અમદાવાદ: રેમડેસીવર ઇન્જેક્શન મેળવવા હજુ પણ લોકોની કતાર, સરકારના તમામ દાવા માત્ર કાગળ પર

New Update
અમદાવાદ: રેમડેસીવર ઇન્જેક્શન મેળવવા હજુ પણ લોકોની કતાર, સરકારના તમામ દાવા માત્ર કાગળ પર

અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દી માટે સંજીવની ગણવામાં આવતા રેમડેસીવર ઇન્જેક્શન માટે શહેરની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલ ઝાયડસ ખાતે હજારો લોકો ઇન્જેક્શન લેવા મોડી રાત થી લાઈનમાં ઉભા રહી જાય છે છતાં કેટલાક લોકો એવા છે જેને 12 કલાક લાઈનમાં ઉભા રહેવા છતાં ઇન્જેક્શન નથી મળી રહયા.

અમદાવાદમાં કોરોના રફ્તાર પકડી રહ્યો છે ત્યારે આ બીમારીમાં ઉપયોગી માનવામાં આવતું રેમડેસીવર ઇન્જેક્શન બજારમાં સરળતાથી મળતું નથી ત્યારે અમદાવાદ ઝાયડસ ખાતે આ ઇન્જેક્શન મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે કારણકે આ ઈન્જેક્શનની બજારમાં કિંમત 5 હજારની આસપાસ છે ત્યારે ઝાયડ્સનું ઇન્જેક્શન અહીં 899 રૂપિયામાં મળે છે સસ્તું હોવાથી અહીં સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી જાય છે તો મોડીરાત સુધી અહીં લોકો ઇન્જેક્શન ખરીદવા ઉભા રહે છે.રાજ્યમાં સતત વધતા કોરોના સંક્ર્મણ વચ્ચે રાજ્યભરમાં રેમડીસીવર ઇન્જેક્શનની અછતના સમાચાર આવ્યા ત્યારબાદ સરકારે સ્પષ્ટા કરી કે કોઈ અછત નથી બજારમાં 5 હજાર રૂપિયામાં ઉપલબ્ધ આ ઇન્જેક્શન અહીં માત્ર 899 રૂપિયામાં મળે છે ઇન્જેક્શન સસ્તું મળતું હોવાથી દૂર દૂર થી લોકો ઇન્જેક્શન લેવા આવી રહયા છે. લોકો સવારે લાઈનમાં તો ઉભા રહે છે પરંતુ લોકોની ભીડ મોટી થવાથી ધક્કામુકી વધી અને તેમાં સોસીયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. જેથી તે બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.માત્ર અમદાવાદથી નહિ પણ મોરબી જામનગર અને સૌરાષ્ટ્ર ના અનેક શહેરોમાંથી લોકો ઇન્જેક્શન લેવા અહીં પોહચી રહયા છે છતાં અનેક લોકોને નિરાશા હાથ લાગી રહી છે.


સસ્તું ઇન્જેક્શન લેવા માટે અહીં લાંબી લાઈનો લાગી છે બીજીબાજુ સરકાર પણ ઈન્જેક્શનની અછતને ખાળવા સતત પ્રયાસ કરી રહી છે બીજીબાજુ 10 દર્દીઓમાંથી 6 દર્દીઓને આ ઈન્જેક્શનની જરૂર પડતા ઇન્જેક્શન લેવા મોટી સંખ્યામાં લોકો અહીં પોહચી રહયા છે આમ કોરોના કાળમાં રેમડીસીવર ઇન્જેક્શનની માંગ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અહીં ઈન્જેકશન લેવા આવનાર લોકોનો આરોપ છે કે અહીં બહાર લોકો તડકામાં કલાકો ઉભા રહે છે પણ હોસ્પિટલના પાછલા દરવાજેથી અનેક લોકોને ઇન્જેક્શન આપવામાં આવે છે.

Latest Stories