અમદાવાદ : કલમના કસબીઓનો કાળ બન્યો કોરોના, અત્યાર સુધી 52 પત્રકારોના મૃત્યુ

અમદાવાદ : કલમના કસબીઓનો કાળ બન્યો કોરોના, અત્યાર સુધી 52 પત્રકારોના મૃત્યુ
New Update

કોરોનાની મહામારીએ કોઇને બક્ષ્યાં નથી ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયમાં અત્યાર સુધીમાં 52 પત્રકારો જીવ ગુમાવી ચુકયાં છે.

કોરોના કાળમાં ગુજરાતમાં કુલ 52 પત્રકારોના કોરોનાથી અવસાન થયા છે. પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટે સમગ્ર કોરોનાકાળમાં ફ્રન્ટલાઇન વોરિયરની જેમ ફરજ બજાવી છે. પત્રકારત્વની ફરજ દરમિયાન અનેક પત્રકારો અને ફોટોગ્રાફરો પણ કોરોનાથી સંક્રમિત થયાં હતાં. જેમાંથી 52 જેટલા પત્રકારોએ જીવ ગુમાવી દીધાં છે. કોરોના મહામારીમાં પોલીસ ડોક્ટર્સ અને ફ્રન્ટ લાઈન વોરિયર્સની જેમ પત્રકારોએ પણ 24 કલાક સતત સમાચારોની અપડેટ ગુજરાત અને દેશની જનતા સુધી પોહ્ચાડયા છે.

મૃતકોની યાદીમાં ઇન્ડિયા ટુડે ના જાણીતા ફોટો જર્નાલિસ્ટ શૈલેષ રાવલ, એબીપી અસ્મિતાના પાટણના પત્રકાર વિનોદ ગજ્જર સૌરાષ્ટ્ર સમાચારના પ્રતાપ શાહ, જાણીતા સાહિત્યકાર ખલિલ ધનતેજવી, જામનગરના ફુલછાબના બ્યુરો ચીફ દિનેશ વોરા સહિત અનેક નામી પત્રકારો અને ફોટોગ્રાફરોનો સમાવેશ થાય છે. સરકાર કે તંત્ર ભલે આ પત્રકારોને ફ્રન્ટ લાઈન વોરિયર્સ ના ગણે પણ પત્રકારો કોરોના વોરિયર્સ છે અને રહેશે બીજી લહેરમાં અનેક કોરોના પોઝિટિવ પત્રકારોને બેડ કે મેડિકલ સુવિધા ન મળવાની પણ ફરિયાદો ઉઠી હતી કેટલાક કિસ્સાઓમાં સરકાર અને સ્થાનિક અધિકારી દ્વારા મદદ પણ કરવામાં આવી હતી.

#Ahmedabad #Connect Gujarat News #Ahmedabad News #Corona Virus Death #Corona Virus Ahmedabad #reporters death
Here are a few more articles:
Read the Next Article