/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/01170042/maxresdefault-11.jpg)
અમદાવાદના વટવામાં 40 હજાર રૂપિયાની લેતીદેતીમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરાયું હતું જો કે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડયાં છે.
વટવામાં આવેલા ભરવાડવાસમાં રહેતા ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ ભરવાડને ધૈર્ય જરીવાલા પાસેથી રૂ 40 હજાર ભાડાના લેવાના બાકી હતા. જેથી સુરેશ ભરવાડ દ્રારા પૈસાની ઉઘરાણી કરવામા આવી રહી હતી. સુરેશ તેના ભાઇ રાયમલ સાથે રામછાપરી હોટલ પાસે ઉભો હતો. ત્યારે ધૈર્ય તેના મિત્ર પરાગ ટાટારિયાને કારમાં લઇને ત્યાં આવ્યો હતો. સુરેશને કારમાં બેસાડી માર મારી બારેજા પાસે કારમાંથી ઉતારી દીધો હતો. બનાવની જાણ થતાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડયાં છે.
અપહરણના આ કેસમાં પોલીસે ફરિયાદી સુરેશ ભરવાડ વિરૂધ્ધ પણ જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તેની પણ ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે રાત્રે 9 વાગ્યા બાદ કરફ્યુ હોવા છંતા સુરેશ ભરવાડ પોતાના ભાઈઓ સાથે એસ. પી. રીંગ રોડ પર બેઠો હતો.. અને જાહેરનામાનું ઉલ્લઘંન કર્યુ હતુ..જેથી કાયદાની ચુંગલમા ફરિયાદી પણ ભરાયો હતો.. વટવા પોલીસે સુરેશની ધરપકડ કરીને તેને જામીન પર મુકત કર્યો હતો.
જયારે અપહરણ કેસમા પોલીસે ધૈર્ય જરીવાલા, પરાગ ટાટારીયા અને ધૈર્યના પિતા હેમંતની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે મહત્વનુ છે કે આરોપીઓ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે.. અગાઉ સુરેશ ભરવાડ આરોપીની ટ્રાન્સપોર્ટની કપંનીમા ડ્રાઈવર હતો.. અને ત્યાર બાદ તેણે પોતાનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. આરોપીઓને ગાડીની જરૂર હોય ત્યારે તેઓ સુરેશ પાસેથી ગાડી મંગાવતા હતા.. અગાઉ પણ બને વચ્ચે પૈસાની બાબતને લઈને ઝગડો થયો હોવાનુ તપાસમા ખુલ્યુ છે.