ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જન જાગરણ અભિયાન અંતર્ગત ખાટલા બેઠક યોજાઇ હતી. જોકે કોરોનાના કહેરના કારણે અમદાવાદ જિલ્લાની ખાટલા બેઠક દરમ્યાન મર્યાદિત સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાની મહામારીના કારણે વિડિઓ કોન્ફ્રન્સના માધ્યમથી અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ખાટલા બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની વધુ જાણકારી જનતા સુધી કેવી રીતે પહોચાડવી તે બાબતે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જોકે કોરોનાના કહેરના કારણે ખાટલા બેઠક દરમ્યાન પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા પ્રમુખ આર.સી.પટેલ અને ધારાસભ્ય કનુ પટેલ સહિત મર્યાદિત સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતો માટે જે કૃષિ બિલ લાવવામાં આવ્યું છે, તેની જાણકારી ખેડૂતો સુધી પોહચાડી તેનાથી શું ફાયદા થાય છે તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. હાલ તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.