અમદાવાદ : તલવારથી કેક કાપવાની નવી પરંપરા, વિડીયો વાયરલ થતાં 10 યુવાનોની ધરપકડ

New Update
અમદાવાદ : તલવારથી કેક કાપવાની નવી પરંપરા, વિડીયો વાયરલ થતાં 10 યુવાનોની ધરપકડ

વર્તમાન સમયમાં બર્થ ડેના દિવસે જાહેરમાં તલવારથી કેક કાપવાની પરંપરા શરૂ થઇ છે ત્યારે અમદાવાદના બાપુનગરમાં તલવારથી કેક કાપતો અને હવામાં ગોળીબાર કરતો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયાં બાદ એકશનમાં આવેલી બાપુનગર પોલીસે 10 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાપુનગર વિસ્તારમાં આ રીતે જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો કિસ્સો પહેલી વાર નથી. અનેક લોકો અને ગુનેગારો જાહેરમાં આ રીતે તલવારો વડે કેક કાપી જન્મદિવસ કે અન્ય પ્રસંગોની ઉજવણી કરતાં હોય છે. ત્યારે બાપુનગર પોલીસનો ડર હવે ગુનેગારોમાં રહ્યો નથી. અને એટલેજ ગુનેગારોને ખુલ્લો દોર મળ્યો છે. હાલમાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ તલવારથી દેવ બાદશાહ નામ લખેલી કેક કાપતો જોવા મળે છે. તેમજ તેના જ હાથમાં પિસ્તોલ સાથેને ફોટો પણ વાયરલ થયો છે. વીડીયો વાયરલ થયા બાદ એકશનમાં આવેલી બાપુનગર પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે અને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.

Latest Stories