અમદાવાદ મનપાનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

શહેરના 18 તળાવ બ્યુટીફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 7 ફ્રૂડ પાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી

અમદાવાદ મનપાનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
New Update

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર એમ. થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 15.65 કિમી લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ કરાશે. તેમજ 1230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ-2 નું કામ કરાશે.

100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિમી રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ 1 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ કરાશે. જ્યારે 250 કિમીના રસ્તા રીગ્રેડ કરાશે. જ્યાર 40 કિમીના માઈક્રો રિસરફેસિંગ કરાશે. તેમજ 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિમી રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે. 135 કરોડના ખર્ચે 5 આઈકોનિક રોડ બનાવાશે.

4 ફૂટ ઓરવબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 18 તળાવ બ્યુટીફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 7 ફ્રૂડ પાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જુદી જુદી જગ્યાએ 21 વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ છે. આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સાથેનાં વોક-વે બનાવાશે. તેમજ સીટિંગ એરેજમેન્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રખાશે. તેમજ લો ગાર્ડનની આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો શહેરમાં પ્રવેશવાના ચારે તરફના રોડ પર 15 કરોડના ખર્ચે એન્ટ્રીગેટ બનાવાશે.

#AMC #draft budget #draft budget Amdavad #Amdavad Municiple Corporation #ડ્રાફ્ટ બજેટ #ડ્રાફ્ટ બજેટ 2024-25 #ડ્રાફ્ટ બજેટ 25 #AMC ડ્રાફ્ટ બજેટ 2024 #આઈકોનિક રોડ #Iconic Road
Here are a few more articles:
Read the Next Article