Connect Gujarat
અમદાવાદ 

આજથી રાજ્યના 8 મહાનગરોમાં જાહેર સ્થળો પર CCTV ફરજિયાત, જુઓ અમદાવાદમાં કનેક્ટ ગુજરાતનું રિયાલીટી ચેક

રાજયના 8 મહાનગરોમાં તમામ ભીડભાડવાળી જગ્યા પર સીસીટીવી ફરજીયાત લાગવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે.

X

રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા CM ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અધિનિયમ 2022નો આજથી જ અમલ કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ કનેક્ટ ગુજરાતની ટીમે મોલમાં અને ભીડભાડ વાળી જગ્યા પર રિયાલિટી ચેક કર્યું હતું

રાજયના 8 મહાનગરોમાં તમામ ભીડભાડવાળી જગ્યા પર સીસીટીવી ફરજીયાત લાગવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમનું અમલીકરણ આજથી ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે અમદાવાદના હિમાલય મોલ ખાતે રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે જાણવા મળ્યું કે હિમાલય મોલ માં કુલ 65 થી 70 cctv લગાવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ પણ સતત કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ મોલમાં સંદિગ્ધ દેખાય તો તેની પર પણ સતત cctv કેમેરાથી વોચ રાખી શકાય તે સિસ્ટમ પણ રાખવામાં આવી છે. ઉપરાંત અહી મોલમાં આ સીસીટીવી માટે એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે

આ બાદ કનેક્ટ ગુજરાતની ટીમ પહોંચી હતી શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાણીપીણીની પ્રખ્યાત જગ્યા છે કે જ્યાં પ્રતિદિવસ 1500 થી વધારે લોકોની આવન જાવન રહે છે.અહી પણ કનેક્ટ ગુજરાતની ટિમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે ચાયવાલે જે શાસ્ત્રીનગરમાં સૌથી વધારે ભીડભાડવાળી જગ્યા છે ત્યાં પણ ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યાં પણ સતત સીસીટીવીનું મોનીટરીંગ કરવામાં આવે છે અને વેપારી નું પણ કહેવું છે કે સરકારે આ નિર્ણય સારો લીધો છે જેથી લોકોની સુરક્ષામાં વધારો થાય.

Next Story