Connect Gujarat
અમદાવાદ 

રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ર૦રરની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ

રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ર૦રરની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુછે. રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે. અંદાજે ૯.૧ર લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકશાન સામે સહાય ચુકવાશે.

૧૪ જિલ્લાના અસરગ્રસ્ત ૫૦ તાલુકાઓના રપપ૪ ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ૩૩ ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ .

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે . રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.

છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓના રપપ૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે ૯.૧ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ૮ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.

Next Story