Connect Gujarat
અમદાવાદ 

ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો, નલિયામાં સીઝનનું સૌથી નીચું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો, નલિયામાં સીઝનનું સૌથી નીચું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું
X

ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં સીઝનનું સૌથી નીચું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ નલિયામાં આઠથી દસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 10 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. ભૂજમાં 12.5 ડિગ્રી, અમરેલી,રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 12.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર, કેશોદમાં ઠંડી 13.5 ડિગ્રી,તો પોરબંદરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી વધુ નોંધાયો હતો. આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. અરબ સાગરનો ભેજ ગુજરાત સુધી પહોંચતા સાતથી દસ જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ માવઠું પડે તેવી સંભાવના છે.


Next Story