તથ્ય હવે કેદી નંબર 8683..! ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તથ્ય પટેલને જેલ હવાલે કરાવામાં આવ્યો

તથ્યના બળાત્કારી પિતાને પણ જેલહવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ કેદી જેલમાં કેદી નંબર - 8626થી ઓળખવામાં આવશે.

New Update
તથ્ય હવે કેદી નંબર 8683..! ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તથ્ય પટેલને જેલ હવાલે કરાવામાં આવ્યો

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ દ્વારા રિમાન્ડ પૂર્ણ થતા તથ્ય પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્ય પટેલને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે. હવે કેદી નંબર-8683 થી બોલાવવામાં આવશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 3 દિવસની રિમાન્ડ પુર્ણ થતાં પોલીસે તથ્યને ગ્રામ્યકોર્ટમાં રજુ કર્યો. હતો જો કે પોલીસે રિમાન્ડ ન માગતાં ગ્રામ્યકોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો. જેને લઇને તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ન્યાયિક જાપ્તામાં રાખવામાં આવશે. ચુકાદા સાથે જ જેલતંત્રએ તથ્ય પટેલને કેદી નંબર - 8683 નંબર ફાળવ્યો. તો બીજી બાજુ તથ્યના બળાત્કારી પિતાને પણ જેલહવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ કેદી જેલમાં કેદી નંબર - 8626થી ઓળખવામાં આવશે.

19 જુલાઈનાં રોજ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ફૂલ સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા..

Latest Stories