ગુજરાત:ઠંડીમાં મળી રાહત, 3 દિવસ બાદ ફરી વધશે ઠંડી

ગુજરાતીઓ ઠંડીમાં થરથરવા રેહજો તૈયાર, આગામી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડી
New Update

રાજ્યમાં કડકડતી ઠંડી ના રાઉન્ડ બાદ છેલ્લા લગભગ ત્રણેક દિવસથી પારો ઉચકાયો છે. પવનની ગતિ ધીમી પડતા અને તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીમાં રાહત મળી છે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં વધારો થતો જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાન ઉચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. બીજી બાજુ, આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીથી રાહત મળશે. વહેલી સવારે અને મોડી સાંજે જ ઠંડી અનુભવાઇ રહી છે.અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી જતાં ઠંડીમાં રાહત મળી હતી. બીજી બાજુ, હવામાન વિભાગ અનુસાર,

આગામી ચાર પાંચ દિવસ ઠંડીમાં રાહત મળશે. જ્યારે અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે રાજ્યમાં 11.3 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું હતુંપણ બપોર બાદ . તાપમાન ઉચકાતા લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી અનુભવાઇ રહી છે. નોંધનીય છે કે, આગામી ત્રણ દિવસ બાદ લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. રાજ્યમાં અમદાવાદમાં 16.7, ભુજ 14.4, વડોદરા 14.6, ભાવનગર 16.4, અમરેલી 16.7. ગાંધીનગર 15.2, દાહોદ 11.3, નલિયા 12.5, ડીસા 14.8, જૂનાગઢ 20.2, રાજકોટ 17.2, પંચમહાલ 13.1, વલસાડ 14.9, નર્મદામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. ત્યાર બાદ બે દિવસમાં લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતા ઠંડીમાં સામાન્ય વધારો થઇ શકે છે

#Gujarat #ConnectGujarat #relief
Here are a few more articles:
Read the Next Article