ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટયો, અત્યાર સુધી 600 મુરતિયાઓએ બાયોડેટા મોકલ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટયો, અત્યાર સુધી 600 મુરતિયાઓએ બાયોડેટા મોકલ્યા
New Update

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો એ ટિકીટ માટેનું લોબિંગ પણ શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ ત્રણ યાદીમાં 29 ઉમેદવારો જાહેર કર્યાં છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી 15મી સપ્ટેમ્બરે ઉમેદવારો જાહેર કરવાની હતી પરંતુ હવે તે યાદી પાછી ઠેલાઈ શકે છે.

કોંગ્રેસમાં 12મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારોએ પોતાનો બાયોડેટા જમા કરાવવાનો હતો. પરંતુ 182 સીટ પર 600થી વધુ દાવેદારો ના બાયોડેટા મળતાં હવે 15મી સપ્ટેમ્બર જગ્યાએ સપ્ટેમ્બરના અંત સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીએ ઉમેદવારોને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ટોળાશાહી કરીને ટિકિટ માટે આવતાં દાવેદારોને ટિકિટ નહીં મળે. કોંગ્રેસમાં એસ સી અનામત બેઠક પર સૌથી વધુ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોએ દાવેદારી કરી છે. સ્થાનિક સ્તરે વિવિધ જિલ્લા સમિતિઓને બાયોડેટા આપવામાં આવ્યો છે જે હવે પ્રદેશ કાર્યાલય પર પહોંચશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીએ નિર્ણય કર્યો છે કે દાવેદાર પોતાની વાત રજૂ કરી શકે છે. 15 તારીખ આસપાસ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના હતી ત્યારે હવે આ ઉમેદવાર લિસ્ટ માટે સપ્ટેમ્બરના અંત સુધી રાહ જોવી પડશે.આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પોતાના 29 ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે આ ઉમેદવારોને જનતા પાસે જવા માટે વધુ સમય મળશે. ત્યારે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર પહેલા જાહેર કરી દેશે. વરસાદના કારણે બાયોડેટા આપવા માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. હજુ આ આંક વધવાની સંભાવના છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે તે બેઠક પર દાવેદારોની સંખ્યા ઓછી રહી છે તે પક્ષ માટે સારી બાબત ગણી શકાય છે.21 થી 23 સપ્ટેમ્બરે સ્ક્રુટીની માટે પુનઃ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે.

#Gujarat #ConnectGujarat #candidates #Gujarat Assembly elections #Congress burst #Murtias
Here are a few more articles:
Read the Next Article