Connect Gujarat
અમદાવાદ 

2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં આયોજિત કરવા માટે તૈયારી, ઔડા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયુ

2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે અને મજબૂત દાવેદારી સરકાર તૈયારી કરી રહી છે.

2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે અને મજબૂત દાવેદારી સરકાર તૈયારી કરી રહી છે.ગુરુવારે આ અંગે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (ઔડા) દ્વારા રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં ઓલિમ્પિકના 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યાં હતાં.ખાનગી એજન્સી દ્વારા આ માટેનો સરવે કરવામાં આવ્યો હતો. અમદાવાદ-ગાંધીનગરનાં 100 જેટલાં લોકેશનના અભ્યાસ પછી 22 લોકેશન એવાં છે કે જેમાં નાનો-મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક-2036ની રમત રમાડી શકાય છે.પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં ઓલિમ્પિકની ઊજળી તકો દર્શાવવામાં આવી હતી. ઓલિમ્પિકની રમતો કેવા પ્રકારના મેદાનમાં રમાડી શકાય તે માટે ખાસ નિમાયેલી એજન્સીએ સરવે કર્યો હતો. આ સરવેનો અહેવાલ તૈયાર કરવા માટે એસવીપી(સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ) કમિટીની રચના કરાશે. આ કમિટીમાં ગુજરાત અને કેન્દ્ર સરકારના અધિકારીઓ નો સમાવેશ કરાશે. આ કમિટી કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર અહેવાલ તૈયાર કરીને રજૂ કરશે.સરવેમાં ઓલિમ્પિક્સની વિવિધ રમતોના લોકેશન માટે ગુજરાતના પોળોના જંગલો અને સાપુતારાનો પહાડી વિસ્તાર પણ સામેલ છે. આ ઉપરાંત ઉત્તરાખંડના વિવિધ સ્થળોએ પણ આવરી લેવાયા છે.ઓલિમ્પિકની વૉટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તાર નો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. સાથે શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તાર પણ તારવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૉટર સ્પોર્ટ્સ માટે ગોવા અને આંદામાન નિકોબાર પણ આઈડેન્ટિફાઈ કરાયાં છે.

Next Story